આર્ય વિદ્યાલયમ નજીક સર્જાયેલ અકસ્માતમા એક યુવાન ઘાયલટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ આર્ય વિદ્યાલયમ નજીક શુક્રવારે રાત્રીના સમયે કાર અને ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક રહેતા રવિ સાહોલિયાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતું. જ્યારે આ અકસ્માતમાં પાર્થભાઈ જોશી ગંભીર રીતે ઘાયલ થતા ટંકારા 108ના પાઈલોટ અશોકભાઈ અને મેડિકલના વલ્લભભાઈ લાઠિયાએ ચાલુ સારવારે મોરબી ખસેડયા હોવાનું જાણવા મળે છે.