મોરબી : મોરબીમાં કુબેર સિનેમા સામે નિર્મલ જ્યોત પંપ બાજુમાં રોંગ સાઈડમાં આવતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગાળા પાટીયેથી ઢૂંવા ચોકડી સુધી મોટી સંખ્યામાં વાહનચાલકો રોંગ સાઈડમાં આવતા હોય અહીં છાસવારે અકસ્માતના બનાવો બનતા હોય છે. તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.