ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર -ધુનડા રોડ પર ગત તા.11 ઓગસ્ટના રોજ સાંજના સમયે વાંકાનેર તરફથી મુસાફરોને મૂકી પરત ફરી રહેલા મુરલીધર ટ્રાવેલ્સ મોરબીની બસ નંબર GJ-36-T-0157 સાથે સામેથી આવતી GJ-36-F-6213 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જી બસમાં નુકશાન પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે ટ્રાવેલ્સ બસના ચાલક ફરિયાદી ઇમરાનભાઇ અબ્દુલભાઇ પરમાર રહે.મહેન્દ્રપરા રોડ, આસ્વાદ પાનની બાજુમાં, રામદેવપીરના મંદિરની સામે,મોરબી વાળાએ કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.