મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પર કુબેર ટોકીઝથી આગળ ત્રાજપર ચાર રસ્તા તરફ બારૈયા પાન પાસે આજે બપોરના સમયે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક કન્ટેનર, બે ડમ્પર અને એક કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.