એક ટ્રક અને કારને હડફેટે લીધા : ડ્રાઇવર ફરાર : અડધો રોડ બંધ મોરબી : મોરબીમાં કુબેર ટોકીઝ સામે હાઇવે ઉપર ટ્રક બેકાબુ બનતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં 8એ નેશનલ હાઇવે ઉપર કુબેર ટોકીઝ સામે આજે સાંજે 7:45 વાગ્યાના અરસામાં એક ટ્રક બેકાબુ બન્યો હતો. જેથી એક અન્ય ટ્રકને હડફેટે લઈને આ ટ્રક સર્વિસ રોડની નીચે ઉતરી ગયો હતો. જ્યાં એક દુકાનના પાર્કિંગમાં ઉભેલી કારને હડફેટે લીધી હતી. આ અકસ્માતને પગલે અડધો રોડ બંધ થઈ જતા ટ્રાફિક સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.