રિક્ષા પલટી ખાતા સર્જાયો ગમખ્વાર અકસ્માતહળવદ : હળવદ માર્કેટ યાર્ડ સામે રહેતા જયદીપભાઈ ઠાકોર ગત રાત્રિના ૯ વાગ્યાની આસપાસ પોતાની ઓટો રિક્ષા લઈને પોતાના ૩ વર્ષના દીકરા આનંદને ગામમાં લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન હળવદ હાઇવે પર ત્રણ રસ્તા નજીક અચાનક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે રિક્ષામાં સવાર બાપ-દીકરો બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.સારવાર દરમિયાન માસૂમે જીવ ગુમાવ્યોઅકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હળવદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, ૩ વર્ષના માસૂમ આનંદની તબિયત વધુ નાજુક હોવાના કારણે તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા તાકીદે રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ ૩ વર્ષના માસૂમ આનંદનું કરુણ મોત નીપજ્યું છે.પરિવારમાં ભારે શોકનો માહોલરાત્રિના સમયે બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાને પગલે ઠાકોર પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતમાં પિતા જયદીપભાઈ ઠાકોરને પણ ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમને પોતાના કાળજાના ટુકડા સમાન માસૂમ પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે.#MorbiUpdate #HalvadNews #AccidentNews #Halvad #GujaratNews #RoadAccident #TragicIncident