2020માંᅠકિંમત 581 રૂપિયે મળતો બાટલો 2023માં રૂ.1103નો થયો મોરબી : કેન્દ્ર સરકારે રાજયસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડર89.7ટકા મોંઘો થયો છે. રાજયસભામાં સંસદᅠઈલામારમᅠકરીમના સવાલ પર કેન્દ્રીય પેટ્રોલિયમ રાજય મંત્રી રામેશ્વર તેલીએᅠલેખિત જવાબમાં કહ્યું કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત મે 2020માં 581 રૂપિયા હતી. જે માર્ચ 2023માં 1103 રૂપિયા પર રહેલીᅠછે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત માર્ચ 2020ના 1029 રૂપિયાથી વધીનેᅠમાર્ચ 2023માં 2119.50 રૂપિયા થઇ છે.ᅠ પેટ્રોલિયમ રાજયમંત્રીએ કહ્યું કે ભારત તેમની ઘરેલુ એલપીજી વપરાશના 60 ટકાથી વધુ આયાત કરે છે.આંતરરાષ્ટ્રીય મૂલ્યોની અસ્થિરતાથી ઘરેલુ એલપીજીની કિંમતોᅠએપ્રિલ 2020માં 236 ડોલર પ્રતિ એમટી હતી. જે ફેબ્રુઆરી 2023માં 790 ડોલરપ્રતિ એમટી થયા હોવાનું જણાવ્યું હતું.