મોરબી : માળિયા (મી.) પોલીસ મથક હેઠળના વિસ્તારમાં નવાગામથી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર એલસીબીએ દરોડો પાડી ફરદીન હાજીભાઇ મહમદભાઈ માણેક ઉ.વ.૧૯ સાજીદ અયુબભાઇ બાબુભાઇ મીરા ઉ.વ.૧૯ બન્ને રહે. મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ રણછોડનગરવાળાને ૩૮૫ લીટર દેશી દારૂ સાથે પકડી લેવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરીફ જેડા રહે. મોરબી વીસીપરા વાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.