ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે જે.કે.જાડેજાએ રૂ.4000ની લાંચ લીધી, એસીબીની સફળ ઓપરેશનમોરબી : ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા છે. તેવામાં આજે એસીબીએ મોરબીમાં જ એક તલાટીને લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. એક અરજદાર સમક્ષ તલાટી જે.કે.જાડેજા ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે રૂ.4000ની લાંચ માંગવામાં આવી હતી. અરજદારે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ આજે ઓપરેશન પાર પાડ્યું હતું. આજે લાંચ લેતા તલાટીને ઝડપી પાડી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિટી મામલતદાર કચેરીમાં એસીબીના આ ઓપરેશનથી સોંપો પડી ગયો છે.