બેઠકમા વિવિધ શૈક્ષણિક અને સામાજિક મુદ્દાઓ પર ગુજરાતભરમાંથી આવેલા છાત્ર શક્તિ દ્વારા વિચાર મંથન કરવામાં આવ્યું મોરબી : અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ની પ્રદેશ કારોબારી બેઠક મોરબી ખાતે તારીખ ૧૦,૧૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ યોજાઈ હતી.જેમા ગુજરાત ભરમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા, અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ ઓ અને શૈક્ષણિક મુદ્દા ઓ પર ગહન ચર્ચા વિચારણા કરીને આગામી દિશા અને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આ વર્ષમાં ૨ લાખથી વધુ સદસ્યતા કરવામાં આવી છે. અને સાથે ૧૯૩ કરતાં પણ વધુ નગર કારોબારીઓની ઘોષણા કરવામાં આવી છે તેની સાથે જ હાલ સમગ્ર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ભરના ૧૦૦૦ જેટલા કેમ્પસમાં વિધાર્થી પરિષદની કારોબારી ઘોષણા કરવામાં આવશે. આ પ્રદેશ કારોબારી બેઠકમા આગામી સમયની દિશા નક્કી કરવામાં આવી હતી. જેમાં રક્ત ઘટ અભિયાન દ્વારા યુવાનોમાં રક્તદાનનું મહત્વ સમજાવી રક્ત દાતા તરીકે પ્રેરિત કરી તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, સાથે જ આવનારી વિધાન સભા ચૂંટણીમાં કેટલાક રાજનૈતિક દળો દ્વારા શિક્ષણ જગતને બદનામ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેની સામે વિધાર્થી પરિષદ યુવાનોને જાગૃત કરી તટસ્થ રીતે વધારેમાં વધારે મતદાન કરવા માટે જિલ્લા સ્તર પર મતદાન જાગૃતિ યાત્રાનું આયોજન કરશે. સાથે જ આ બેઠકમાં આગામી કાર્યક્રમ જેવા કે ૧૫ નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ, ૧૯ નવેમ્બર રાણી લક્ષ્મીબાઈ જયંતિ નિમિતે છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવશે અને જાન્યુઆરી મહિનામાં જિલ્લાઓના વિવિધ વિષયો પર જિલ્લા સંમેલનોમા વિધાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. તેની સાથે આ બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક વિવિધ વિષયો પર ચર્ચા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. પ્રદેશ મંત્રી યુતિ પ્રદીપ જણાવે છે કે, વિધાર્થી પરિષદ દ્વારા આ વર્ષે ૨ લાખથી વધુ વિધાર્થી સદસ્યતા કરવામાં આવી છે. આમ સમગ્ર ગુજરાતના વિધાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા વિચારણા મોરબી ખાતે યોજાયેલ બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. સમાજમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા વિવિધ વિષયોને લઇને વિધાર્થી પરિષદ, કઇ રીતે સમાજને મદદરૂપ થઇ શકે તે માટેની સકારાત્મક દિશા નક્કી કરવામાં આવી છે. સાથેજ શૈક્ષણિક સ્થિતિમાં શિક્ષણ જગતનાને કઈ રીતે સમાધાન સુધી લઇ જઇ શકાય તે માટે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ વિધાર્થી નેતાની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તેને અનુરૂપ આગામો કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. તેમ નગરમંત્રી શિવાંગ નાનકની યાદીમાં જણાવ્યું છે.