મોરબીઃ આજ રોજ ABVP મોરબી શાખા દ્વારા માળીયા-દેરાળ બસ મામલે એસટી વિભાગને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી શાખા દ્વારા માળીયા-દેરાળા બસ સમયસર બસ સ્ટેન્ડમાં ન આવતી હોવાથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. બસ સમયસર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાર્થીઓ દ્વારા અનેક વખત એસટી વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ એસટી વિભાગ દ્વારા વિધાર્થીઓની વાત સાંભળવા આવી નથી. આથી ABVP દ્વારા વિદ્યાર્થી હિતમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે એસટી વિભાગને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો આગામી સમયમાં બસ સમયસર નહીં આવે તો આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276