મોરબી : TET- TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે. તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVPની અને બધા પરિક્ષાર્થીઓની માંગણી છે કે કાયમી સરકારી શિક્ષકોની ભરતી કરો અને જ્ઞાન સહાયક યોજના રદ કરો. આની પહેલા પણ ABVP દ્રારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આગામી તા.4ને બુધવારે સવારે 11 કલાકે ગુજરાતનાં દરેક જિલ્લામાં ઉગ્ર રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ABVP મોરબી શાખા દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તેમ ABVP મોરબીની યાદીમાં જણાવાયું છે.