આગામી દિવસોમાં કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના કરવામાં આવશે મોરબી : ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ હેઠળ આગામી તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.તેમજ કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. ABVPના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત તા.23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે.આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9 વાગ્યા થી 2 વાગ્યા સુધી યોજાશે.રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.વિદ્યાર્થીઓ તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી ABVP દ્વારા અપિલ કરવામાં આવી છે.આ ઉપરાંત આગામી સમયમાં કોલેજ કેમ્પસમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરવામાં આવશે.આ કાર્યક્રમના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600) ઉપસ્થિત રહેશે.વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરી શકાશે.