મોરબી : મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની કારોબારી આવતીકાલે તા. 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાશે. જેના અનુસંધાને આવતીકાલે તા.10ને સોમવારે સાંજે 7-30 કલાકે સ્વામિનારાયણ ગુરુકુલ, જુના આરટીઓ પાસે કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે મોરબક ABVPના તમામ વર્તમાન, સ્થાયી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના પરિવારના મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ કાર્યકર્તાઓને હાજર રહેવા નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા અને નગર મંત્રી શિવાંગભાઈ નાનકે અનુરોધ કર્યો છે.