અગાઉ 01/04/2025 ના રોજ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય; પાણી, સફાઈ અને ફાયર સેફટીના મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકીમોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી શાખા દ્વારા L.E. કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓ અંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજ પ્રશાસનને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુખ્ય મુશ્કેલીઓ:હોસ્ટેલમાં પીવાના પાણીની સુવિધા નથી અને પીવાના પાણીનું કુલર બંધ અવસ્થામાં છે.બાથરૂમ તથા ટોયલેટની સાફ-સફાઈ થતી નથી. સફાઈ કર્મચારીઓ આવે છે પરંતુ માત્ર લોબી સાફ કરી, પાર્કિંગમાં બેસીને જતા રહે છે.હોસ્ટેલમાં કચરાપેટીની સુવિધા જ નથી અને સાફ-સફાઈ થયેલ કચરાનો કોઈ યોગ્ય નિકાલ પણ થતો નથી.નહાવા માટે ડોલ વગેરેની કોઈ વ્યવસ્થા નથી.પાણીની ટાંકી ઓવરફ્લો થતાં પાણી છલકાઈને હોસ્ટેલ તરફ આવે છે, જેના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે.ફાયર સેફ્ટી માટેના પાઇપ મુકેલા છે પરંતુ તેની પાણીની ટાંકી તૂટી ગયેલી છે, જેથી ઈમરજન્સીના સમયે આ સુવિધા કોઈ કામમાં આવી શકે તેમ નથી.ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકીવિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ પ્રશ્નોને લઈને અગાઉ 01/04/2025 ના રોજ પણ આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કે સુધારો કરવામાં આવ્યો નથી. આ તમામ સમસ્યાઓ ખૂબ જ ગંભીર હોવાથી તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ABVP મોરબી દ્વારા માંગ કરવામાં આવી છે. કોલેજ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે જો આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #LECollegeMorbi #ABVP #ABVPMorbi #MorbiNews #StudentProtest #GujaratEducation