વહેલી તકે માંગ પૂર્ણ કરવામાં ન આવે તો આચાર્યને ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ મોરબી : ABVP મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે પીવાના પાણી તેમજ શિક્ષણના પ્રશ્નોને લઈ કોલેજના પ્રિન્સીપાલને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉગ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. મોરબીની એલ.ઇ.ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજ ઘૂંટુ ખાતે વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી પડી રહી છે.આ ઉપરાંત સેમ.1ના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પણ છેલ્લા એક મહિનાથી હાજર રહેલ નથી.અવારનવાર રજૂઆત કરવા છતાં પાણીના પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ આવેલ નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા વિધાર્થીના હિતને ધ્યાનમાં રાખી પ્રિન્સિપાલને માંગ કરવામાં આવી છે કે વિધાર્થીઓને પીવાનું પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તેથી વિધાર્થીઓને સારું પાણી મળી રહે તેમજ ટુંક સમયમાં આ માંગને પૂર્ણ કરવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાશનની રહેશે. તેવી રજૂઆત નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..