મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમીત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે કાર્યકર્તાઓ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે એકત્ર થઈ મૌન ધારણ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે.