મોરબી : મોરબી જિલ્લાની વાંકાનેર એબીવીપી શાખા દ્વારા સ્વરાજય 75 અભિયાન અંતર્ગત તાલુકા વિવિધ ગામોમાં સ્વતંત્રતા પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીના 75માં પર્વની ઉજવણી અંતર્ગત સ્વરાજય 75 અન્વયે ગામડાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજવા નક્કી કરાતા ABVP વાંકાનેર શાખા દ્વારા તાલુકાના વિવિધ ગામો ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. આ અભિયાનમાં તાલુકાના વિવિધ ગામોમાં વિધાર્થીઓને કાર્યક્રમ સંયોજક બનાવીને વિધાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના સંદેશ પહોચાડવામાં આવ્યો હતો. વઘાસિયા ગામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ નિમિતે ABVP મોરબી જિલ્લા સંયોજક મંદીપસિંહ ઝાલા અને વાકાનેર નગરમંત્રી જયદિપ ડાભી, સહનગરમંત્રી મનિષ મહાલીયા ઉપસ્થિતિ રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..