મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા છેલ્લા સાત વર્ષથી 26મી જાન્યુઆરીએ ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવે છે. તો દર વર્ષની જેમ આજ વર્ષે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ગ્રીન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.