મોરબી : ABVP મોરબી જિલ્લા દ્વારા દરેક તાલુકાઓમાં દીપાવલીની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરાઈ હતી. દીપાવલી પર્વ નિમિતે ABVP મોરબી જિલ્લા દ્વારા SFS સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી શહેર, ઉપરાંત મોરબી જીલ્લાના દરેક તાલુકા વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયાના સેવાવસ્તીના વિસ્તારોમાં બાળકોને મીઠાઈ, નાસ્તો તેમજ તેમને ફટાકડા આપી દિવાળીની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. તેમ ABVP મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..