મોરબી : મૂળ મોરબીના રંગપર ગામના એબીવીપી કાર્યકર્તા મયુરીબા ઝાલાની આંતરરાષ્ટ્રીય યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલિન કાર્યકર્તા મયુરીબા ઝાલા 2018 થી વિદ્યાર્થી પરિષદમાં સતત સક્રિય કાર્યકર્તા છે. હાલમાં તેઓ કેન્દ્રીય કાર્યસમિતિ સદસ્ય તથા કર્ણાવતી મહાનગરના વિભાગ સંગઠન મંત્રી તરીકે વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે તેમની પસંદગી 'ધ શિપ ફોર વર્લ્ડ યુથ' કાર્યક્રમમાં કરાઈ છે. 'ધ શિપ ફોર વર્લ્ડ યુથ' કાર્યક્રમ 24 જાન્યુઆરી 2024થી શરૂઆત થશે. જેમાં જાપાન સહિત 14 દેશોના યુવાનો સહભાગી થશે. જેમાં ભારતમાંથી 11 સદસ્યોનુ પ્રતિનિધિ મંડળ ભાગ લેશે. એક મહિના સુધી આ કાર્યક્રમમાં યુવા શિક્ષા, પર્યાવરણ સંરક્ષણ, પર્યટન, યુવા સશક્તિકરણ, પરંપરા, સંસ્કૃતિ સંરક્ષણ અને નિરિક્ષણ સાથે જ ઈતિહાસ જેવા વિષયો પર પ્રશિક્ષણ અને સંવાદ થશે. તે પૂર્વ પણ બધા પ્રતિનિધિઓ ઓનલાઇન માધ્યમથી પણ ચર્ચા કરશે.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના નાના રંગપર ગામના મયુરીબા ઝાલાના પિતા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. મયુરીબાએ પોતાનો અભ્યાસ પ્રાથમિક શાળા રંગપરથી સર્વોદય સાયન્સ સ્કૂલ, રાજકોટ ખાતે થી પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ GEC , રાજકોટ થી E.C Engineeringમાં પૂર્ણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારત, આર્જેન્ટિના, ઇથોપિયા, ફ્રાંસ ,આયર્લેન્ડ, જોર્ડન, કેન્યા, યુનાઈટેડ મેક્સિકન સ્ટેટસ, ન્યુઝીલેન્ડ, સોલોમોન આઇસલેન્ડ, તુર્કી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, રિપબ્લિક ઓફ ઝાબિયા અને જાપાન સહિતના દેશો સહભાગી થશે .