કોંગ્રેસ સદસ્યતા અભિયાન, જન જાગૃતિ રેલી તેમજ ત્રણેય કૃષિ કાયદા પરત ખેચાતા ફટાકડા ફોડી ઉજવણી હળવદ : આજરોજ હળવદ શહેરમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખની હાજરીમાં વિસ્તૃત કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અબકીબાર ગઈ ભાજપ સરકારના સૂત્ર સાથે કાર્યકર્તાઓને કામે લાગી જવા ઉત્સાહિત કરાયા હતા. આ બેઠકમાં કોંગ્રેસ સદસ્ય અભિયાન,જન જાગૃતિ રેલી તેમ જ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પરત ખેચાયેલ ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતોની જીત ગણી ફટાકડા ફોડી ઉજવણીની સાથે સાથે આ ખેડૂત આંદોલન માં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી કરણદેવ સિંહ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હળવદની બ્રાહ્મણની ભોજન શાળા ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠકમાં વિવિધ છ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. જેમા ખેડૂતોને કમોસમી વરસાદના લીધે થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે, કોરોના કાળમાંમાં મૃત્યુ પામેલ વ્યક્તિના કુટુંબીજનોને ચાર લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે, ગત ઉનાળામાં થયેલા કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરિયાઓને સહાય ચુકવવાની જાહેરાત કરી હોવા છતાં હજુ ચુકવાઈ નથી જેથી તે સહાય વહેલી તકે ચુકવવામાં આવે, તાલુકામાં આરોગ્ય સુવિધાઓ સુધારા ઉપર ભાર મૂકવા અને ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેમજ શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે તેના ઉપર અંકુશ લગાવવામાં આવે તેમજ આવતા દિવસોમાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરી જનજાગૃતિ અભિયાન ચલાવશે તેમ પણ જણાવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે,હેમાંગભાઈ રાવલ,મનસુખભાઈ સરાવાડિયા, મેહુલભાઈ પટેલ,મિલનભાઈ કાવર,ગોપાલભાઈ દોરાલા, મેહુલભાઈ મજેઠીયા,જટુભા ઝાલા,સુરાણી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.