મોરબી : 60 કલાકમાં જ પાકિસ્તાનના કબ્જામાંથી વિંગ કમાન્ડર અભિનંદનની વતન વપાસી થતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ટંકારાના હમીરપર ગામના યુવાને અભિનંદનની વતન વપસીથી પોતે માનેલી માનતા પૂર્ણ કરી હતી.તેમને માનેલી માનતા મુજબ બાળકોને ભોજન કરાવીને દેશના વીર જવાન અભિનંદનને સલામ આપી હતી. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વીર અભિનંદન પાકિસ્તાનના કબજામાં હતો. ત્યારે ટંકારાના હમીરપરના વતની જેન્તીભાઈ ગોકળભાઈ રાઠોડ ( રવિરાજ હોટલ - વાળા )એ વીર અભિનંદન વહેલી તકે ભારત પાછો ફરે અને ભારતની ધરતી પર સહી સલામત આવી જાય એના માટેની લમ્બે હનુમાનના મંદિરે ( હમીરપર ) બાળકોને જમાડવાની માનતા લીધી હતી અને ગઈકાલે વીર અભિનંદન સહી સલામત પાછો આવી જતા જેન્તીભાઈ રાઠોડે બટુક ભોજન કરાવીને માનતા પુરી કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en