સમગ્ર ભારતમાંથી ગુજરાતના બે યુવાનોની પસંદગી મોરબી : પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો.એપીજે અબ્દુલ કલામ દ્વારા સ્થાપિત કલામ સેન્ટર દ્વારા યંગ લીડરશીપ સર્ટિફિકેટ પ્રોગ્રામમાં ગુજરાતના બે યુવાનોની પસંદગી થઈ છે જેમાં મોરબીના યુવાન ડો.હિરેન રમેશભાઈ પરેખનો સમાવેશ થતા મોરબીના ગૌરવમાં વધારો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પુર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. એપીજે અબ્દુલ કલામના સ્વપ્નના ભારત નિર્માણ માટે યંગ લીડરશીપ સર્ટિફિકેટ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતમાંથી નવસારીના પિયુષ ગોંડલીયા અને મોરબીના ડો.હિરેન રમેશભાઈ પારેખનો સમાવેશ કરાયો છે. વધુમાં ૨૦૦૨ થી ૨૦૦૭ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના ઓએસડી રહી ચૂકેલા સર્જનપાલ સિંઘ આ પ્રોગ્રામના સીઈઓ હોવાનું અને કલામ સાહેબના સ્વપ્નના ભારત નિર્માણ માટે સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.છે.