આયુષ્યમાન ભારત ના કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા અને તેના વિશે માહિતગાર કરાયા હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત પખવાડીયાની ઉજવણી અંતર્ગત આયુષ્યમાન ભારત કેમ્પનું આયોજન મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી તારીખ ૧૫/૯/૨૦૧૯થી તારીખ ૨/૧૦/૨૦૧૯ સુધી યોજવામાં આવ્યું છે ત્યારે આયુષ્યમાન ભારત કાર્ડના કેમ્પનું આયોજન હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને આયુષ્યમાન ભારતના કાર્ડ આપવામાં આવ્યા હતા અને તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત રૂપિયા ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે અને આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ જેવી કે આંખના રોગો, કાન નાક અને ગળાના રોગો, માનસિક રોગો, હદય કિડનીના રોગો, મગજના રોગ, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, કિડની લીવર ટ્રાન્સપ્લાન્ટેશન વગેરે માટે રૂપિયા ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ થડોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિનભાઈ ભટ્ટી, તેમજ આરોગ્યનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274