મોરબી: મોરબી સ્થિત 'આશિર્વાદ હેલ્પ' યુવા ગ્રુપે છેલ્લા ઘણાં વર્ષોની જેમ આ વર્ષે પણ તહેવારોની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી છે. આ ગ્રુપ જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો સાથે ખુશીઓ વહેંચીને તહેવારોને ખરા અર્થમાં સાર્થક બનાવે છે.આ વર્ષે 'આશિર્વાદ હેલ્પ' ગ્રુપના સભ્યોએ સરકારી શાળાના બાળકોમાં બચતનું મહત્વ સમજાવવાના ઉમદા હેતુથી તેમને ગલ્લા (પિગી બેંક), ટુથબ્રશ કીટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ગ્રુપે ખેતમજૂરી કરતા શ્રમિકોને રેશન કીટ પૂરી પાડી હતી, જ્યારે તેમના બાળકોને ચપ્પલ અને કપડાંનું વિતરણ કરીને તેમની જરૂરિયાતો પૂરી કરી હતી. 'આશિર્વાદ હેલ્પ' ગ્રુપ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી આ પ્રકારે નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અન્ય યુવાનો અને સમાજ માટે ખરેખર પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.