પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાર્ય નિમિત્તે એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજનમોરબી અપડેટ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત 25 વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત 2047’ની ભવ્ય સંકલ્પના અંતર્ગત મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અને વિવિધ જનકલ્યાણકારી સેવા પ્રવૃત્તિઓનું આયોજન થનાર છે. જેના સુચારૂ આયોજન માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઇ હતી.મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમઆ બેઠકમાં કરાયેલી સમીક્ષા મુજબ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યે મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં 6500 દીવડા તેમજ દીપમાળા પ્રગટાવવામાં આવશે. સંધ્યા આરતીમાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ નગરો અને ગામોમાં પણ આ કાર્યક્રમ યોજાશે.એક મહિનો ચાલશે વિવિધ જનકલ્યાણકારી ઝુંબેશકલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત અધિકારીઓને આ સેવાકીય અભિયાન અંતર્ગત યોજાનારા જનકલ્યાણકારી કાર્યક્રમોને સઘન જનઆંદોલનનું સ્વરૂપ આપવા જણાવ્યું હતું. આ એક મહિના દરમિયાન વ્યાપક જનભાગીદારી થકી નીચે મુજબના કાર્યક્રમો યોજાશે:આરોગ્ય અને જનકલ્યાણ: સેવા સેતુ, આરોગ્ય કેમ્પ, રક્તદાન શિબિરો, ગંભીર રોગોનું નિદાન, અંગદાન પ્રતિજ્ઞા, મહિલા આરોગ્ય અને એનેમિયા જાગૃતિ કાર્યક્રમો.પર્યાવરણ અને સ્વચ્છતા: 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સામૂહિક શ્રમદાન, પ્લાસ્ટિક મુક્ત જાગૃતિ, શાળાઓમાં કચરાના વર્ગીકરણની તાલીમ, 'એક પેડ મા કે નામ' હેઠળ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ઝુંબેશ.શિક્ષણ અને યુવા શક્તિ: શિક્ષણ વંચિત બાળકોને શાળા સુધી પહોંચાડવાની વિશેષ પહેલ, કારકિર્દી માર્ગદર્શન, શાળાઓમાં ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધાઓ, નમો સેવા ગાથા નાટકો, મેગા યોગ-ધ્યાન શિબિરો અને 'ફિટ ઈન્ડિયા' સત્રો.અન્ય જાગૃતિ કાર્યક્રમો: વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા, માર્ગ સલામતી જાગૃતિ, સાયબર રાત્રિ ગ્રામસભાઓ, ‘નશામુક્ત ભારત’ ઝુંબેશ, દિવ્યાંગ સાધન-સહાય, વૃદ્ધાશ્રમ મુલાકાત, 'વોકલ ફોર લોકલ' પ્રદર્શન અને શહીદોના સન્માનમાં 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ.જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટરે આ તમામ મહાઅભિયાનોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વેપારી મંડળો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, નાગરિકો અને યુવાનોને ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.#Morbi #MorbiUpdate #SevaSankalpAbhiyan #KantibhaiAmrutiya #NarendraModi #SwapnilKhare #Manimandir #MorbiNews #GujaratNews