મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનનાર 135 લોકોના મોક્ષાર્થે મોરબીના કબીરધામ આશ્રમ પાસે આયોજિત મોરારીબાપુની રામકથાના પ્રથમ દિવસે ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગંત પરિવારોના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી.મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના આત્માની શાંતિ માટે આજથી વાવડી રોડ ઉપર કબીરધામ ખાતેથી મોરારીબાપુની રામકથા શરૂ થઈ છે. કથાના પ્રારંભે સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી આજે પોથીયાત્રા નીકળી મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ વાવડી રોડ ઉપર કબીરધામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને મોરારીબાપુએ આજે રામકથાની શરૂઆત કરી છે. આ કથામાં હાજર રહેલા ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના પરિવારજનોના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી અને પરિવારજનોએ મોરારીબાપૂની રામકથાનું પ્રથમ દિવસે રસપાન કર્યું હતું.