મોરબી : મોરબી- માળીયા વિધાનસભા બેઠક ઉપર આવતીકાલે શુક્રવારે આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવાના છે. આવતીકાલે એટલે કે તા.૧૧ના રોજ ૬૫-મોરબી માળીયા વિધાનસભા સીટની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા ઉમેદવારી ફોર્મ ભરવા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સાથે સવારે ૧૦ વાગ્યે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતેથી તાલુકા સેવા સદન જશે.