આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા 'આપ' દ્વારા ચૂંટણી આયોગને માંગ મોરબી : ૬૫ મોરબી-માળિયા વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષ ભાજપ દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આવી રાવ સાથે યોગ્ય પગલાં લેવા માટે મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ ગુજરાત ચૂંટણી આયોગના કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ૬૫ મોરબી-માળિયા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. ગઈકાલે તા. ૨૮ના રોજ રાત્રિના 10:32 વોર્ડ નં. 3માં દેવીપુજક વિસ્તારમાં ભાજપ દ્વારા માતાજીના મંદિરમાં બેસી ડાકલાઓ સાથે મોડે સુધી વગર મંજૂરીએ લાઉડ સ્પીકર સાથે સભા ચાલુ રહેલ અને લોકોને ધાર્મિક લાગણી ઉશ્કેરી મત માગવાનું આયોજન કરેલ હતું. આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરમાં ચૂંટણી આયોગ દ્વારા મુકવામાં આવેલ અધિકારી હરિઓમભાઈને તેમના મોબાઈલ પર વિડિયો અને સભાના ફોટાઓ મોકલાવેલ હતા. ત્યારે પણ સભા ચાલુ હતી. તેમને યોગ્ય પગલાં લેવા માટે જણાવેલ હતું. હવે મતદાન માટે ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ધર્મની ઉશ્કેરણી જ્ઞાતિ-જાતિના ભેદભાવ અને મંદિર-દેવાલયોમાં મિટિંગ ગોઠવી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહેલા છે અને રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર સાથે સભા ચાલુ રાખવાની મંજૂરી નથી. છતાં આ રાજકીય પક્ષો રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે સભાઓ ચાલુ રાખેલ છે. આ બાબતે ચૂંટણી આયોગ યોગ્ય પગલા ભરે તેવી માંગ મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ ચૂંટણી આયોગ પાસે કરેલ છે. હાલ સુધી આ અંગે મારા સુધી ફરિયાદ મળી નથી, ફરિયાદ મળશે તો તપાસ કરીશું : પ્રાંત અધિકારી આ અંગે રીટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે આચારસંહિતા ભંગ અંગેની અત્યાર સુધી ફરિયાદ મારી પાસે નથી આવી. ફરિયાદ મળશે તો આચારસંહિતા ભંગ થવા અંગે તપાસ કરીશું અને તપાસમાં પણ જો ખર્ચ થયેલ સામે આવશે, તો તેમના ચૂંટણી ખર્ચ મર્યાદામાં ઉમેરવામાં આવશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate