મોરબી: આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ખેડૂતોના પ્રશ્ને આવતીકાલે તા. 17/10/2025ને શુક્રવારે મોરબી જિલ્લા કલેકટર કચેરી, સામાકાંઠે, મોરબી-2 ખાતે સવારે 11:00 વાગ્યે વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના ખેડૂતો પર થયેલા કથિત અત્યાચાર અને તમામ માર્કેટ યાર્ડમાં 'કળદા' કે અન્ય નામે ખેડૂતોની થતી ઉઘાડી લૂંટ વિરુદ્ધ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપશે.પાર્ટી દ્વારા જણાવાયું છે કે, બોટાદના ખેડૂત નેતાઓ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિત અન્ય ખેડૂતોની ધરપકડ બાદ, આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમે ખેડૂતોના અન્યાય વિરુદ્ધ આ આવેદનપત્ર કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો છે.