મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. મોરબીઃ રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે. ત્યારે મોરબી માળીયા વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર માટે પાર્ટીએ ડાયરો અને જનસંવાદ કાર્યક્રમ કરવાનું આયોજન કરી લીધું છે. મોરબી માળીયા વિધાનસભાના 15 ગામોમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ડાયરો તેમજ જનસંવાદ કાર્યક્રમનું આજથી આયોજન કરાયું છે. જેમાં આજે તારીખ 9 ઓગસ્ટે સાંજે 7-30 કલાકે મોરબીના બેલા રંગપર અને માળીયાના નાની બરાર ગામે ડાયરો અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે. આ જ રીતે આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ મોરબીના કેરાળા અને માળીયાના ચાચાવડળા ગામે કાર્યક્રમ યોજાશે. 11 ઓગસ્ટે મોરબીના ધરમપુર અને માળીયાના મોટાભેલા ગામે, 12 ઓગસ્ટે મોરબીના જેતપર અને માળીયાના દેરાળા ગામે, 13 ઓગસ્ટે મોરબીના નાગડાવાસ અને માળીયાના ઘાટીલ ગામે, 14 ઓગસ્ટે મોરબીના ચકમપર અને માળીયાના ખીરઈ ગામે, 15 ઓગસ્ટે મોરબીના સોખડા અને માળીયાના મોટા દહીંસરા ગામે અને 17 ઓગસ્ટે માળીયાના કાજેડા ગામે સાંજે 7-30 વાગ્યે ડાયરો અને જનસંવાદ કાર્યક્રમનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરાયું છે.