મોરબી : ગુજરાત આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબીના બગથળાથી કાંતિપુરને જોડતા રોડને રિપેર કરવા માગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના બગથળા ગામથી કાંતિપુર ગામને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. જો કોઈ બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવા હોય તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. મોરબી અવર જવરમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. તેથી તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.