મોરબી : ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, નવા સીમાંકન બાબતે અમારે અમારા સૂચનો તેમજ વાંધા રજુ કરવા માટે અમારે સીમાંકનની નકલ તેમજ વોર્ડના નકશાઓની નકલની જરૂરત હોય અને આ સીમાંકન અને નકશાઓ મળ્યા બાદ જ અમો અમારા વાંધા આરજી રજુ કરી શકીએ તેમ હોય તાત્કાલિક અમોને અમારી માંગણી મુજબની માહિતી આપવા જણાવાયું છે. તેમજ મતદાર યાદીની નકલ તૈયાર કરી તે પણ આપવા જણાવાયું છે.