મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આપ પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં 504 નામ જાહેર કરેલ જેમાં મોરબી નગરપાલિકાના 5 ઉમેદવારના નામ પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા જ્યારે હવે બીજા રાઉન્ડમાં ગુજરાતમાં 650માંથી મોરબી જિલ્લામાં 23 નામ જાહેર થયેલ છે. જેમાં જિલ્લા પંચાયત માટે 6 ઉમેદવાર, તાલુકા પંચાયતના 13 ઉમેદવાર અને મોરબી નગરપાલિકાના 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આપ દ્વારા જાહેર થયેલી યાદી જોઈએ તો, મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 1માં વિજયભાઈ હર્ષદભાઈ ભટાસણા, વોર્ડ નંબર 2માં સુમનબેન જયેશભાઈ સરેસા, વોર્ડ નંબર 8માં ડોક્ટર કેતનભાઈ ધનજીભાઈ સાણંદિયા, વોર્ડ નંબર 12માં તૃપ્તિબેન રાજનીકભાઈ ભોજાણીના નામોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે 8 જેતપરમાં ચંદ્રકાંતભાઈ માવજીભાઈ વિરમગામા, 18 રવાપરમાં પ્રવીણભાઈ વાલજીભાઈ ફેફર, 15 ઓટાળામાં જ્યોત્સનાબેન કરશનભાઈ ચૌહાણ, 21 ટંકારામાં પંકજભાઈ ધીરજલાલ ત્રિવેદી, 14 મોટા દહીસરા અનસુયાબેન કિરીટભાઈ કૈલા, 9 ખાખરેચીમાં પિયુષકુમાર લાલજીભાઈ વિઠ્ઠલપરાના નામો નક્કી થયા છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં 11 માથકમાં હાથીસંગ દાજીભાઈ રાજપુત, 2 મોટા દહીસરામાં કરસનભાઈ બીજલભાઈ કોઠીવાર, 1 મોટા દહીસરા પ્રવીણભાઈ સુખાભાઈ ચાવડા, 24 શકત સનાળામાં અરુણકુમાર દિનેશભાઈ રૂપાલા, 23 રવાપર 2માં યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા, 19 પંચાસરમાં લક્ષ્મીબેન દલાભાઈ તુંડિયા, 12 ખરેડામાં સતિષભાઈ જીવરાજભાઈ ભોરણીયા, 22 રવાપર 1માં કાસુન્દ્રા ભરતભાઈ જગજીવનભાઈ, 2 બગથળામાં કંચનબેન દિનેશભાઈ કલોલા, 15 ટંકારા 3માં રિયાઝભાઈ રહીમભાઈ ચૌધરી, 4 જબલપુરમાં કૌશિકભાઈ મગનભાઈ નારિયાણા, 14 ટંકારા 2માં ધર્મેન્દ્રભાઈ મણિલાલ કકક્ડ અને 7 મિતાણામાં મહેશભાઈ ગણેશભાઈ ભાગીયાના નામો નક્કી થયા છે.