મોરબી : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં આપ દ્વારા મોરબીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 'આપ' મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, મોરબી જીલ્લા મહામંત્રી ભાવીન પટેલ, ભરતભાઈ બારોટ, પંકજભાઈ આદ્રોજા, મોરબી જીલ્લા ઉપ પ્રમુખ ઇક્બાલભાઈ બ્લોચ, યુવા ઉપપ્રમુખ પરીમલ કૈલા અને ઝેનિથ ચડાસનીયા તથા યુવા કાર્યકર્તા- જયેશભાઈ સારેસા તેમજ પદાધિકારીઓ હર્ષભેર જોડાયા હતા.