વાંકાનેરઃ વાંકાનેરમાં અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા પીર સૈયદ મીરૂમિયા બાવાના 100મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સાંજે આમ ન્યાજનો કાર્યક્રમ યોજાશે. સાંજે 5-30 કલાકેથી મોલવી સાહેબની દરગાહ પાછળની વાડીમાં આમ ન્યાજ શરૂ થશે. ઈશાની નમાઝ બાદ તકરીર જેમાં સૈયદ શકીલ એહમદ બાવા, સૈયદ મહમદ કૈફ બાવા, ખતીબે એહલેબૈત, હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદ શફીક હનફી સાહેબ મુંબઈની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તકરીરના પ્રોગ્રામ બાદ ન્યાજ શરીફનું આયોજન કરાયું છે. આ ઉપરાંત તારીખ 7 મેના રોજ રવિવારે સવારે 9 વાગ્યે કુર્આન ખ્વાની અને દરગાહ શરીફ પાછળ વાડીમાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ યોજાશે. અને ઈશાની નમાઝ બાદ મશહૂર કવ્વાલ સરફરાઝ રાજા એન્ડ કંપની દ્વારા મહેફીલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.