આંદોલન કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા આમ આદમી પાર્ટીએ 'નગરપાલિકાએ બનાવેલો ઉકરડો નગરપાલિકામાં જ' નો કાર્યક્રમ આપ્યો મોરબી : મોરબીને ઉકરડાથી મુક્ત કરવા માટે અનેક રીતે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવા છતાં તંત્ર ઉઠા ભણાવવામાંથી ઊંચું આવતું ન હોવાથી આખરે આમ આદમી પાર્ટીએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને ત્રણ દિવસ થવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા આજે આમ આદમી પાર્ટીના હોદેદારોએ નગરપાલિકાની બેદરકારીથી થયેલા ઉકરડા નગપાલિકામાં જ કાર્યક્રમ આપ્યો હતો. જેમાં પાલિકા કચેરીના દરવાજે એક કચરા ભરેલું ટ્રેકટર ઠાલવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબીને ઉકરડાઓથી મુક્ત કરીને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી પાલિકા તંત્રને નક્કર કાર્યવાહી કરવા માટે ઢંઢોળવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટ અનેકવાર રજુઆત કરીને પાલિકા તંત્ર સામે લડત ચલાવી છે અને છેલ્લા કેટલાક સમયમાં વખતોવખત રજુઆત અને મોરચો માંડીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હદ તો ત્યારે થઈ હતી કે સફાઈની કામગીરી કરતું ન હોવાથી ઉકરડાના ગંજ ખડકાયા હોવાથી આગાઉ નિભર તંત્રનો પાલિકને એવોર્ડ આપ્યો હોવા છતાં તંત્રને શરમ આવી ન હતી અને વચ્ચે બે વખત આંદોલનની ચીમકી આપ્યા છતાં તંત્ર અભી બોલા અભી ફોકની નીતિને વળગી રહેતા અંતે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા માટે આમ આદમી પાર્ટીએ ત્રણ દિવસ પહેલા પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ પ્રતીક ઉપવાસ આંદોલનમાં આમ આદમી પાર્ટીના હોદેદારો ભરતભાઇ બારોટ, પરેશભાઈ પારીઆ અને મહાદેવભાઈ પટેલ સહિતના જોડાયા છે. જોકે આંદોલનને ત્રણ દિવસ થવા છતાં તંત્રની બેદરકારી યથાવત રહેતા આજે તંત્રની શાન ઠેકાણે લાવવા આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રની બેદરકારીથી ખડકાયેલા કચરાના ગંજ પાલિકામાં જ કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે એક કચરા ભરેલું ટ્રેકટર પાલિકાના દરવાજા પાસે ઠાલવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે પાલિકાના દરવાજા પાસે કચરો નાખતા બેસુમાર ગંદકી ફેલાય હતી.શહેરભરમાં કચરાના ગંજથી લોકોને કેવી હાલાકી ભોગવવી પડે છે તેનું ભાન કરાવવા આ કાર્યક્રમ આપ્યો હોવાનું આપના સૂત્રોએ જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne