કાર્યકરોને પોલીસ અધિકારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવાયા મોરબી : મોરબીમાં આજે સાંજે ગૃહમંત્રી પધાર્યા છે. ખાસ આજે તેઓ નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા છે. ત્યારે તેમને રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, રમેશભાઈ સદાતીયા, દિવ્યેશ મગુનિયા ,પરિમલ કૈલા અને કિશન જોટાંગીયા દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મોરબીના કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો લઈને લેખિતમાં રજૂઆત કરવા જતા હોય ત્યારે રસ્તામાંથી પોલીસ અધિકારીઓ દ્વારા A ડિવિઝન પોલીસ સ્ટેશન પર લઈ જઈ અટકાયત કરવામાં આવી છે.