આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીના રાજનગરમાં ગજવશે જાહેર સભામોરબી : ગુજરાત જોડો અભિયાન તેમજ જન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર ગરબી ચોકની અંદર મોરબીના પ્રાણ પ્રશ્નો તેમજ પ્રજાને પડતી મુશ્કેલીના ભાગરૂપે તેમજ યુવાનોને કામની રાજનીતિથી પ્રેરિત કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીમાં જાહેર સભા સંબોધશે. 4 ઓગસ્ટ ને સોમવારના રોજ રાત્રે 8:30 કલાકે રાજનગર ગરબીચોક ખાતે આ માનની પાર્ટી દ્વારા આ જાહેર સભા યોજાશે. જેમાં સર્વે મોરબીવાસીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.