નવા વાહનો ઉપર ટેક્સ લાદવાના ઠરાવ સામે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાને વાંધા અરજી સાથે આવેદન આપ્યુંમોરબી : મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસ અંગે જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતાને સાથે રાખી નગરપાલિકાને વાહનકર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, મોરબી નગરપાલિકા દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે કે મોરબી નગરપાલિકામાં કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા,ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાનો અભાવ હોવા છતાં મોરબી નગરપાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખીને કમર તોડવાના પ્રયાસો કરવા આવ્યા છે. ખાસ કરીને આ વેરો આમ જનતાને ટાર્ગેટ કરીને રાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. કેમ કે ખાસ કરીને રીક્ષા, છકડો કે નાના ત્રણ વ્હિલ વાળા વહાનો નાના લોકોની રોજીરોટી માટે ખરીદતા હોય છે તો ત્યારે આવા કમરતોડ વેરો લગાડી ને નાના લોકોની રોજગારી છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે. નાના માણસોને આ વાહનવેરો પોસાઈ તેવી પરિસ્થિતિ નથી છતાં નગરપાલિકા દ્વારા આ વેરો લગાડી દેવાની તૈયારી બતાવી છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ જનતાને સાથે રાખી મોરબી નગરપાલિકાના ઠરાવ વિરુદ્ધ આશરે 50 જેટલી વાંધા અરજી કરવામાં આવી છે. અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા જો આ વાહનવેરાનો ઠરાવ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબીની જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news