મોરબી: આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતો સાથે થતી કડદા પ્રથા બંધ કરાવવા માટે તેમજ યાર્ડની અંદર ખેડૂતોનું શોષણ બંધ કરાવવા તેમજ બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત સમયે જે ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવિણભાઈ રામ તેમજ જે ખેડૂતો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની અને નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવાની માંગણી કરવામાં આવી છે. મોરબી આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ગમે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ખોટી રીતે દબાવવાના પ્રયાસો કરવામાં આવશે તો ખેડૂતના દીકરાના નાતે જેમ પાવડો લઈને પાણી વળતા આવડે છે એજ રીતે ખેડૂતોના હિત માટે પાવડો ઉપાડવામાં પણ આવશે.