વિદ્યાર્થીઓના હિત અને ડ્રગ્સ વિરોધી ઝુંબેશ માટે ઉઠાવશે અવાજમોરબી : મોરબી જિલ્લામાં આજથી આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ 'ASAP' ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને નવયુવાનો ટીમ સાથે જોડાયા છે.આગામી સમયમાં આ સ્ટુડન્ટ વિંગ વિદ્યાર્થીઓ સાથે થતા કોઈપણ પ્રકારના અન્યાય અને અત્યાચાર સામે બુલંદ અવાજ ઉઠાવશે. આ ઉપરાંત, મોરબી જિલ્લાની દરેક કોલેજોમાં ASAP સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવાની દિશામાં સઘન કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને આજના સમયમાં યુવાધનને બરબાદ કરતા દારૂ અને ડ્રગ્સના દુષણ સામે આ ટીમ દ્વારા જનજાગૃતિ અને વિરોધી કેમ્પેઈન ચલાવવામાં આવશે.સ્ટુડન્ટ વિંગ દ્વારા મોરબી જિલ્લાના તમામ જાગૃત વિદ્યાર્થીઓને આ ટીમનો એક ભાગ બનીને પરિવર્તનની આ લડાઈમાં સહભાગી થવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #AAP #AamAadmiParty #ASAP #MorbiNews #StudentWing #Youth