ટંકારા : ટંકારા નગરપાલિકાના મુખ્ય વિસ્તાર દેવીપુજક વાસ, અમરાપર રરોડ પર પાણીનો નિકાલ તથા સફાઈ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, દેવીપુજક વાસ, અમરાપર રોડ પર પાણીનો નિકાલ તથા સફાઈ બાબતે વર્ષો જુનો પ્રશ્ન છે. ગંદકી હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. રોડ પર પાણી ભરાઈ રહે છે. ખડીયાવાસથી અમરાપર રોડ પર પાણીનો નિકાલ કરવા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.