ટંકારા : પીજીવીસીએલ દ્વારા ટંકારામાં સ્માર્ટ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા આ કામગીરીનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આજે પીજીવીસીએલ કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સ્માર્ટ મીટર નાખવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.ટંકારાના લોકો અને વેપારીઓ દ્વારા સ્માર્ટ મીટર ન નાખવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જેથી આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ, દિવ્યેશભાઈ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ દુબરીયા, ટંકારા તાલુકા વેપારી સેલના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ ટંકારાના ગ્રામજનોએ સાથે મળીને પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી હતી અને સ્માર્ટ મીટર ન નાખવા રજૂઆત કરી હતી.