મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાની ગઈકાલે પ્રથમ વરસી હોય એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 હતભાગીઓને ઠેરઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી.મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે ૩૦ ઓકટોબરના રોજ રાત્રે ઝુલતા પુલ દુર્ઘટનાની પહેલી વરસીએ તેમાં મૃત્યુ પામેલ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ માટે ઝુલતા પુલ પાસે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.