મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમને મજબુત બનાવવા માટે મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે વર્ષાબેન લીન્બાડની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ મોરબી જિલ્લા OBC વિંગના પ્રમુખ તરીકે હિરેનભાઈ વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે.