મોરબી : મોરબી ઝોન-2માં મહારાણા પ્રતાપ સર્કલ પાસેની સ્ટ્રીટ લાઈટ બંધ છે. ત્યારે આ લાઈટ બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ લાઈટ ચાલુ કરાવવા અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી ઝોન-2 શ્રી મહારાણા પ્રતાપ સર્કલ એક ગીચ વિસ્તાર છે. જ્યાં ગોકળગાયની ગતિ એ ફ્લાય ઓવરનું કામ ચાલુ છે. ત્યાં કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. એવાં સમયમાં સર્કલ પાસે જે શોભાના ગાંઠીયા સમાન સ્ટ્રીટ લાઈટનો પોલ છે જેમાં ધણાં સમયથી એક પણ લાઈટ ચાલું નથી. જેના લીધે મોટો અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે અને તે જ જગ્યાએ હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પણ આવેલું છે જ્યાંથી મોરબી આવતા જતા દરેક મુસાફરો માટે બસ સ્ટોપ છે તો રાત્રીના સમયે મુસાફરોને પણ હાલાકી નો સામનો કરવો પડે છે. આમ છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આ પોલની લાઈટ જેમ બને તેમ જલ્દી રીપેરીંગ થાય તેવી રજુઆત કરવામાં આવી છે. તેમજ શ્રી મહારાણા પ્રતાપ સર્કલથી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.