આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાની તંત્રને રજૂઆતમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજની બાજુમાં વૈકલ્પિક રસ્તાની સ્થિતિ ખરાબ હોવાથી તેમજ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. જ્યારે મોરબીમાં અત્યારથી પરીસ્થીતી પ્રમાણે મહેન્દ્રનગર ચોકડી ખુબ વિકાસ થઈ રહ્યો છે જેના કારણે ટ્રાફિકનું એક હબ બનતું જાય છે. પીપળી રોડ પર આવેલા સીરામીકની ફેક્ટરી જવા માટે મહેન્દ્રનગર ચોકડી એક પોઈન્ટ છે જેથી કરીને ત્યાં વાહનની અવર જવર ખુબ જ પ્રમાણમાં થાય છે. તો તેવા સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો પુલ ગોકળગાયની ગતિ એ બને છે. ત્યારે મહેન્દ્રનગર ચોકડી બનતો આ પુલ પાસે એક વૈકલ્પિક રસ્તો છે તે રસ્તે ખુબ જ ખરાબ હાલતમાં છે અને મોટા પ્રમાણમાં તે રસ્તાઓ પર પુલ બનાવવાની વસ્તુઓનું દબાણ છે તો એ દબાણ તાત્કાલિક ધોરણે દુર કરી અને એ વૈકલ્પિક રસ્તો રીપેરીંગ કરી અને ત્યાંના એક ટ્રાફિક પોલીસ પોઈન્ટ બનાવી અને ટ્રાફિક મુક્ત બને એવી માંગ કરવામાં આવી છે. સાથે જ બનતો પુલ ગોકળગાય ગતિએ કેમ કામ ચાલે છે તે સ્પષ્ટતા જનતા સમક્ષ ખુલાસો થાય તેવી માંગ કરવામાં આવી છે.