મોરબી : મોરબીના રવાપર અને શકત શનાળા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેમાં કચરો ઉપાડવા માટે પ્રાઈવેટ ટ્રેક્ટર બોલાવી અને કચરાનો નિકાલ કરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ ગામમાં કચરાના ટ્રેક્ટર મોકલવા મોરબી મહાનગરપાલિકા સમક્ષ માગ કરાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા બનતા આજુબાજુના ગામોને મનપામાં સમાવેશ કરાયો છે. જેમાં રવાપર અને શકત શનાળા ગામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દર મહિને કચરા નિકાલ માટે રહિશો પાસેથી પૈસા લેવામાં આવે છે. તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલના રહેણાક શકત શનાળા વિસ્તાર અને મોરબી જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મહામંત્રી રમેશભાઈ સદાતીયાના રહેણાક રવાપર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા મહાનગરપાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટર મોકલવામાં આવતું નથી. આ બંને વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર મોકલવા આવે અને સાથે સાથે મોરબી મહાનગરપાલિકાને રસ્તાઓ સફાઈની રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે હવે મહાનગરપાલિકામાં સમાવેશ થાયા બાદ આ ગામો જે સુવિધાઓથી વંચિત રહે છે તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે તેવી માગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.